"એકલતાની અધૂરી કવિતા "
એકલા એકલા ના બને કવિતા
અધૂરી રહેતી એકલી કવિતા
એકલા રહેતા ના મળે શબ્દો
સાથે બેસે તો બને કવિતા
અધૂરી કવિતાને પૂરી કરવા
બહુ વાર મથતો ના બનતી કવિતા
મન મુંજાય ને શબ્દો પણ ખોવાય
એકલી રડતી એ અધૂરી કવિતા
કેટલીક વાર્તાઓ આમ જ અધૂરી
પૂરી કરવા મથતો એ કવિતા
એકાદ વાર્તા કદાચ પૂરી પણ થશે
પણ અધૂરી રહેતી મારી એકલી કવિતા
- કૌશિક દવે
-Kaushik Dave