Silent આ સાંજ છે, અને Crazy જઝબાત છે, કેટલાય દિવસ થી મારે કહેવી તને આ વાત છે. થોડોક છું Nervous અને થોડીક ગભરાટ છે, Response ના ડરનો મને થોડોક ફફડાટ છે.
કહેતા આ વાત મારી જીભ કઈક અટકે છે, પણ અત્યારે જો, મારો જીવ અધ્ધર લટકે છે. દિલમાં બધું છે પણ words મારા ભટકે છે, But it's not my fault, તું જ કઈક એવી હટકે છે.
તારા માટે મારી Feelings એવી કઈક ભાગે છે, કે સપના પણ હવે તો મારા તને જોવાને જાગે છે! અવાજ સાંભળી તારો, મનમાં Unplugged Guitar વાગે છે, અપ્સરાઓનો તો Class જ નથી, તું કઈક અલગ જ લાગે છે !
આજે તો ઝીલવો બસ મારે આ પડકાર છે; તું જો હોય lifeમાં તો જીવન ઉધ્ધાર છે. બસ તારી સાથે જ મારે માંડવો સંસાર છે;
To accept my Love,
બોલ, શું તું તૈયાર છે ?
@.mahendr Kachariya