શબ્દ થૈ તું મળી ને લખી મેં ગઝલ,
આખડી સમ ફળી, ને લખી મેં ગઝલ.
સ્નેહની બુંદથી મન તણી મંતશા,
રાખ થૈ ને બળી, ને લખી મેં ગઝલ.
જિંદગી તો હતી ઝાંઝવાનું જ જળ,
તોય લાગી ગળી,ને લખી મેં ગઝલ.
સંગ તારે ખુશીઓ જ છે, આખરે,
સૌ ફિકર ગૈ ટળી,ને લખી મેં ગઝલ.
ચાલવું છે કદમથી કદમ મેળવી,
અર્થ થૈ તું ભળી,ને લખી મેં ગઝલ.
✍️ સરગમ
-Priyanka Chauhan