એક દાવ ખેલાયો ચોપાટ પર.
એક ખેલ ખેલાયો ભરી સભામાં.
એક ચાલ ચાલી નારીના સ્વાભિમાન પર.
ભરી સભામાં નિર્વસ્ત્ર બની પુરુષની જાત .
એક ચાલ ચાલી નારી ના ચરિત્ર પર
વન મહી ભટકી એક રાજાના મહેલની લાજ..
સાંભળો ઓ સજ્જનો નારીની જુબાની.
કુખે આપતી જન્મ રાજા ને મહાપુરુષોને.
તેની જ એક ચાલ ચાલી ઉભી બજારે.
વર્ષોને સદીઓ બદલી આવી સ્વાભિમાનની વાત.
સાથ સહકારની વાતમાં ખેલાયો ખેલ અહંકારનો.
વેદના ક્યાં આપી શરમ આ સજ્જન દેવતાને..???