એક અધૂરી ઈચ્છાઓ નો અસ્ત થવાનો છે.
વહાલનો એક હાથ માથેથી છૂટવાનો છે.
તારી આ આંખોને હવે ઓઝલ થવાનું છે.
તું જાણે આ વાતોને હવે અર્થહીન થવાનું છે.
બહુ સમય આપ્યો આ ઉગતા પરોઢ ને.
હવે સાંજ તરફ વળવાનો સમય થયો છે.
હર ચીજ પર પરાસ્ત ની અસર કળાઈ છે.
લાગણી વિહીન નગર તરફ વળવાનો સમય થયો છે.
વેદના એ કર્યો છે દીવો તારા અજવાસ માટે.
અંધકાર ભણી પોતાનો જીવ સોંપ્યો છે.