મારી વ્યસ્તતા માં પણ તને શોધે છે આ આંખો.
મારા દરેક મૌનની હળવાશમાં તને શોધે છે આંખો.
તને છોડવા છતાં તને શોધે છે આ આંખો.
એકરાર વગરના કરારમાં તને શોધે છે આંખો.
ઘણા છે આસપાસ મારી છતાં તને શોધે છે આંખો.
શબ્દો વગરની આ વેદના માટે તને શોધે છે આંખો.
તારી દરેક અદાને સમાવવા માટે શોધે છે આ આંખો.
નવી દુનિયા બનાવી છે મેં મંઝિલ નથી તું મારી,
છતાં તને શોધે છે આ આંખો.......