જે હાથોમાં આવતી હતી મહેંદીની સુગંધ
એ હાથમાં અચાનક મસાલાની મ્હેક આવવા લાગી
મારી દિકરી સાસરીમાં રચી પચી રહેવા લાગી
રોજ કહેતી મારા માટે
આ જ જમવાનું બનવું જોઈએ
એ આજે બધા માટે જમવાનું બનાવવા લાગી
મારી દિકરી સાસરીમાં રચી પચી રહેવા લાગી
જેનાં ગેસ પાસે જતાં જ
મારું મન વ્યાકુળ બની જતું
એ મસાલા સાથે ચટાકેદાર રસોઈ બનાવવા લાગી
મારી દિકરી સાસરીમાં રચી પચી રહેવા લાગી
રસોઈ બનાવવી એ પણ
એ એક કળા છે
આ વાત સારીરીતે સમજી અનુસરવા લાગી
મારી દિકરી સાસરીમાં રચી પચી રહેવા લાગી
અંતમાં,
રસોઈ એની ચાખી પેટ સાથે
મારું મન પણ ભરાઈ જાય છે
મારી દિકરીને જોઈ
મારું દિલ હરખથી છલકાઈ જાય છે
યોગી
-Dave Yogita