અહીં એને તમારે શોધવાનો
આજ ભૂલાયો અહીં એને તમારે શોધવાનો.
કાલ જે આવ્યો અહીં એને તમારે શોધવાનો.
ડાળ ડાળે ઝૂલતા'તા સંગ સાથી બાળપણનો,
એજ સંતાયો અહીં એને તમારે શોધવાનો.
ખાનગી રાખી કર્યો વિશ્વાસ સાચો એમણે ત્યાં,
ભેદ છુપાવ્યો અહીં એને તમારે શોધવાનો.
મા બનીને લાડ કરતી તોય આજે છે અબોલા,
બાળ રિસાયો અહીં એને તમારે શોધવાનો.
ચાહ ને ચાહત હવે દિવાનગી બનતી હતી ત્યાં,
પ્રેમથી ચાહ્યો અહીં એને તમારે શોધવાનો.
ખેલ છુપાછુપીનો એ ખેલતો'તો સાથ રાખી.
કેમ પરખાયો અહીં એને તમારે શોધવાનો.
નાની અમથી ભૂલ એની જયાં ચડી છાપે હતી ને,
એમ વગોવાયો અહીં એને તમારે શોધવાનો.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૮/૦૪/૧૯