ક્યાંથી લાવશો
તાલ સાથે સૂરને આવાજ ક્યાંથી લાવશો,
ગીત મીઠાં ખૂબ ગાવા સાજ કયાંથી લાવશો.
આવશે સામે શરમથી ઓઢશે માથે અહીં,
આજ દુર્ગા એ બની ત્યાં લાજ કયાંથી લાવશો.
એ ફરજ નિભાવતી ધરબાર પણ થાકી નથી,
આજ એનાં માપનો એ તાજ કયાંથી લાવશો.
જોષ સાચા જોય આપે ને બતાવે એ દશા,
વાત સાચી બોલવા મા'રાજ કયાંથી લાવશો.
સાબિતી આપે તરત સામે નજર નાખી અહીં,
એજ તો સાચો અહીં અંદાજ કયાંથી લાવશો.
આકરી છો આજ રસ્તો ત્યાંજ સાથી એ બની,
જિંદગીભર હાથ પકડે, આજ કયાંથી લાવશો.
મેળવીને જાણકારી પીઠ એણે ફેરવી,
ને ખબર પડતા થયો નારાજ, કયાંથી લાવશો. ©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૬/૦૪/૧૯