જાદુ તારી નજરનો એવો છવાઈ ગયો
પલકો ઝૂકી તારી, પ્રેમ મને થઈ ગયો
જાદુ તારી ઝુલ્ફોનો મારા પર થઈ ગયો
ઝુલ્ફો ઢળી તારી, હું ફરી ખોવાઈ ગયો
જાદુ તારી હયાનો એવો થઈ ગયો
આંખો જોઈ તારી, પાગલ હું થઈ ગયો
જાદુ તારી અદાનો એવો છવાઈ ગયો
સાદગી હતી તારી, દિવાનો હું થઈ ગયો
જાદુ તારી વાતોનો એવો થઈ ગયો
શબ્દો હતા તારા, સાયર હું બની ગયો
-Dave Yogita