રિયા અને તુષાર બંને સારા મિત્રો હતા.પણ તેમના જીવનમાં એક બીજા ના દિલ માંથી પ્રેમ ની લાગણીઓ વહેતી થઈ , બંને એક બીજા ને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. તુષાર અને રિયા એ ખૂબ દિલ થી મજબૂત બની ,અને બંને ના માતા પિતા ને વાત કરી જે અમે લગ્ન કરવા માગીએ છીએ, પણ બંને ના માતા પિતા એ સમાજ ના ડર થી બંનેની જ્ઞાતિ અલગ હોવાથી તેમના પ્રેમ ની મંજુરી ન આપી.આખરે તુષાર અને રિયા બંને ઘરેથી ભાગી ને લગ્ન કરી લીધા.બંને એક બીજા સાથે ખુશ હતા.પણ અચાનક એક દિવસ તુષાર નું એકસીડન્ટ થયું અને રિયાના જીવનમાં પ્રેમ શબ્દનું મૃત્યુ થયું....
-Bhanuben Prajapati