હંમેશા અપેક્ષા વગર નું જીવન જીવવું ,અપેક્ષાથી આપણે તેના પરવશ થઈ જઈએ છીએ. આપણે એ માની ને ચાલવું ક્યાં સુધી આમ બીજા ની લાકડી પકડી ને ચાલવું આપણને ભગવાને સુંદર મજાના અંગો આપેલા છે.તો બીજા ને સહારે આપણે આપના જીવનનો ડોર કેમ સોંપી ને ચાલવું.આ દુનિયા રંગ બદલતા વાર નહિ કરે .આજે તમને ટેકો આપશે, કાલે કોઈ પ્રતિષ્ઠ વ્યક્તિને તમને આપેલો ટેકો ખેંચીને એ વ્યક્તિને આપશે.પાછું વળીને નહિ જોશે પણ નહિ કે ,તમે પડી ગયા અને વાગ્યું કે છું .માટે કોઈને પરવશ તો નહિ બનવું.જેવા છીએ તેવા અને જેવું ફાવે તેવું પોતાનું કામ જાતે કરવું ,કોઈના ભરોશે જીંદગી ના જીવવી.
-Bhanuben Prajapati