મારા જીવનને અતરથી મહેકાવે એ મિત્ર
મારા જીવનને હાસ્યથી ભરી દે એ મિત્ર
મારા એક એક ગમને ભુલાવે એ મિત્ર
મને મારાથી મળાવે એ મિત્ર
મારા દુઃખોનો ભાગાકાર અને સુખનો સરવાળો કરે એ મિત્ર
મારા સાથે લડી લડીને પણ મને જ મનાવે એ મિત્ર
મિત્ર એટલે વ્યાખ્યા નહિ
મારી તો આખેઆખી બારખડી એટલે મિત્ર
યોગી
-Dave Yogita