#जय हिंद 🇮🇳 જય જય ગરવી ગુજરાત @1960 માં ગુજરાત -મહારાષ્ટ્ર રાજ્ય છૂટા પડ્યા ત્યારે ડાંગને, સાપુતારા સાથેના ડાંગને ગુજરાતમાં જોડવું કે મહારાષ્ટ્રમાં તે અંગે ખૂબ સંઘર્ષ થયો હતો, આ સંઘર્ષમાં ડાંગ સ્વરાજ આશ્રમ સંસ્થાએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો,
1948 થી ડાંગમાં શિક્ષણ અને સેવા ની પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા શરૂ થઈ હતી, અનેક પ્રકારની અગવડો મુશ્કેલીઓ વચ્ચેથી માર્ગ કાઢીને સંસ્થાએ ડાંગમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી હતી જેમાં સર્વશ્રી રામજીભાઈ ગાવીત, જુગતરામ દવે, છોટુભાઈ નાયક, ઘેલુભાઈ નાયક, ગાંડાભાઈપટેલ, ધીરુભાઈ નાયક, ગુણવંતભાઈ પરીખ, જેવા અન્ય અનેક નામી- અનામી મહાનુભાવોએ, નિષ્ઠાવાન કાર્યકરોએ, પોતાના સમય શક્તિનું યોગદાન આપ્યું હતું . યુવાનીનો સમય સેવામાં ખપાવ્યો છે,,.પ્રાથમિક જીવન જરૂરિયાતની અગવડો વેઠીને, નિષ્ઠાપૂર્વક જન સેવાના કાર્યો વર્ષો સુધી કર્યા હતા.. જેના પરિણામે જ્યારે ડાંગને ગુજરાતમાં જોડવું કે મહારાષ્ટ્રમાં તે અંગે સંઘર્ષો થયા ,સભાઓ થતી, સરઘસો નીકળતા, મારા મારી સુધી વાતો આવી જતી ,અને અંતે મુંબઈ અને દિલ્હી સુધી વાતો ગઈ. રજૂઆતો થઈ, ઉગ્ર રજૂઆતો થઈ, છેલ્લે કહેવામાં આવ્યું કે ડાંગના લોકોને પૂછો, તો તે સમયે ડાંગના પ્રજાજનોએ ગુજરાતી તરફી લોકો અમારી વચ્ચે આવીને રહ્યા, અમને શિક્ષણ આપ્યું, અમારામાં જાગૃતિ લાવ્યા અને અમને જરૂરી સેવાઓ પૂરી પાડી, મુશ્કેલીઓ અગવડો વચ્ચે પણ અમારી સાથે રહ્યા. તેથી રચનાત્મક, સર્જનાત્મક ,કાર્યોને લીધે સેવા ભાવ ના કર્મોને લીધે ,અમારે ગુજરાત સાથે રહેવું છે, એમ પૂર્ણ બહુમતી સાથે જણાવ્યું હતું. અને તેથી આજે સાપુતારા સાથેનું ડાંગ ગુજરાતમાં છે.. જેમાં અનેક નામી અનામી નિષ્ઠાવાન સેવકો નો ફાળો છે. કોઈપણ એક બે વ્યક્તિઓનું કામ હતું નહીં,, ટીમ વર્ક છે ,અને બધાએ સાથે મળીને કરેલું કર્મ છે ,એમાં વિદ્યાર્થીઓનો પણ બહુ મોટો ફાળો છે. તેથી સહિયારા પ્રયાસથી , સ્વરાજ આશ્રમના શિક્ષણ અને સેવાના ,સ્વાર્થ વગરના કર્મોને લીધે, આજે ડાંગ ગુજરાતમાં છે.... આજે ડાંગમાં ઘણા ક્ષેત્રોમાં વિકાસ થયો જ છે જે શરૂઆતના વર્ષોમાં બિલકુલ નહોતો અથવા નહિવત હતો તેવી વિપરીત પરિસ્થિતિમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે આ સંસ્થાએ પાયાનું ,મહત્વનું મૂળ કામ, કર્યું છે.. જે અંગેની વાતો પૂજ્ય માતા પિતા (કુસુમબેન,, ગાંડા કાકા) તથા વડીલ છોટુકાકા ,ઘેલુ કાકા,ધીરુભાઈ( મોસાળ પક્ષે સંબધી) મહાનુભાવો પાસેથી,અનેક વાર પ્રત્યક્ષ, રૂબરૂ સાંભળવા મળી છે..સમજકેતુ,# એક વિચાર એક પ્રયાસ.
ketanGpatel.✍️🎤💥🌿🎬📚🙏#bharat ,🇮🇳🙏

Gujarati Blog by કેતન પટેલ સમજકેતુ. : 111873353

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now