બનો
જાપ માળા ઢોંગ ત્યાગી આજ ખાલી જણ બનો,
વાત સાચી માન પ્યારે રામના લક્ષ્મણ બનો.
કાળ સામે બાથ ભીડી સાથ આપ્યો, તો હવે,
જિંદગી જીતી અહીંયા જીવવા કારણ બનો.
માની મમતા ઢાલ બનતી છે દુઆમાં એ અસર,
વ્હાલથી માથે ફરે જ્યાં હાથ એવું પણ બનો.
સાંભળીને સાદ દોડી આવશે ને બારણે?
લાગણીથી તરબતર થઈ સ્નેહનું ધારણ બનો.
જ્યાં તરસ અનહદ વધી પાણી તણો પોકાર ને,
મન ઠગાતું ઝાંઝવાથી એવું તો ના રણ બનો.©
કાજલ
કિરણ પિયુષ શાહ