ડાયરી અને કલમ
શોધું હું ડાયરી
શોધું હું કલમ
આઘીપાછી ડાયરી
હાથમાં આવી કલમ
હાથમાં આવી કલમ
લખવામાં થોડી નરમ
કલમ મુકી દીધી
ડાયરી શોધી લીધી
પાના પાના વાંચતો
જુની યાદો લાવતો
કેટલીક યાદો સ્વપ્ન જેવી
આજે ના મળે એના જેવી
હસવું પણ આવતું
અશ્રુ પણ લાવતું
એટલામાં બોલી ડાયરી
એકલતાની સાથી હું
સ્મરણો તારાં ને
વાતો વાંચતી હું
તને કોઈ સમજે
કે ના સમજે
યાદોને સમજું હું
કલમ પણ બોલી ઊઠી
ડાયરીની સાથી હું...
- કૌશિક દવે..
-Kaushik Dave