ઘર મને મારુ વિચત્ર લાગે
જ્યારે વેકેશન મને મારું સુનું લાગે
એક એક દિવાલ મારા ઘરની
તારા અવાજની આદિ બનેલી
એ મારી નાનકડી નણંદ તારા વગર
મારું વેકેશન મને સુનું લાગે
આખો દિવસ અવાજ સંભળાય મને
ભાભી ભાભી સાંભળવા કાન મારા તરસે
તું ના આવે તો મને
મારું ઘર પણ સૂનું લાગે .
રાતે બે - બે વાગ્યા સુધી મને કોણ જગાડે
વાતો કરીને પણ થાક લાગે એવું કોણ જતાવે
તારા વગર મારી કોલ્ડકોફી પણ
મને ગરમ ગરમ લાગે
કોઈ જતી રહી સાસરીએ
તો કોઈ લાગી નોકરીએ
પણ વેકેશનમાં આ ભાભલડીને
તારી બહુ બહુ યાદ આવે
ઓ મારી લાડકડી તારી બહુ યાદ આવે
યોગી
-Dave Yogita