છૂપકેથી આવી , મારા ઘા કોણ રૂઝાવી જાય છે!
ભીતરે સતત જલતી આગ, કોણ બુઝાવી જાય છે!
કદીક ઝરમર , કદીક માવઠું તો કદી મુશળધાર બની,
કોરી કોરી આંખોની પ્યાસ, કોણ બુઝાવી જાય છે!
વર્ષોથી થીજવી રાખેલી મેં લાગણીઓ બરફ સમ,
આ કોનો સ્પર્શ ઓગાળે,આ વાત મૂંઝાવી જાય છે!
લઈને બેસું છું હું તો માત્ર કાગળ,કલમ ને એક સાંજ,
લાગણીઓથી તરબતર શબ્દો, કોણ સૂઝાવી જાય છે!
અડાબીડ અવિશ્વાસનો અંધકાર ફેલાયો છે ચોતરફ,
આ કોનો તે પ્રેમ મને હેતહિંડોળે ઝુલાવી જાય છે!
✍️ સરગમ
-Priyanka Chauhan