*કોઈ નથી.....!*
પવનની લહેરખી
હળવી થપાટો દેતી..
એ થપાટો એ..
અંદર પોઢેલ એ...
એક એક ડગલુ ચાલી..
જિંદગીના બોજથી વાંકી વળેલી કમરને
પરાણે ટટ્ટાર રાખવા મથતી..
દ્વાર ખોલી
બહાર નજર કરી..
હાથનું નેજવું કરી
દૂર સુધી નજર કરીને..
એક નિશ્વાસ સાથે...
મનમાં બબડી...
કોઈ નથી....
અહીં હવે આ આવવાનું પણ કોણ?
મૂઓ જમડો..
આ ઘર હવે ભૂલી ગયો લાગેશ..
ઊપરાઊપર કારી ઘા આપી..
હવે નિરાંતે એય બેઠો..
અને
એ આવશે તો બારણે થપકી થોડો મારશે?
એતો ઓચિંતા આવી ઝડપી લેશે..
આતો મુઈ યાદો જ વારંવાર
કોઈ છેની ભ્રમણામાં...
આશ જગાવી..
આમ જગાડી જાય..
બાકી હવે કોઈ નથી આવવાનું
હવે તો રાહ અંતિમ મહેમાનની..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ