આખરી
ઝંખના દિલમાં મળે એક દીકરી.
ગુંજતી એની જ મનમાં ઝાંઝરી.
જીતવા માટે શરત છે આખરી,
શ્વાસ મૂકી દાવમાં કર વાતડી.
ગાળથી કાયમ અહીં બોલાવશે,
ને સદીઓ આમ વીતી આકરી.
દાવમાં મૂકાય ઈજ્જત અહીં,
ચીર ખેંચે છે દુઃશાસન, ચાલથી
થાક ને અપમાન ભૂલી વ્હાલ દે,
ઢોળતી મમતા અહીંયા માવડી.
ગામ વચ્ચેની નદી નાની હતી,
ને વહેતી જાય ભીતર સોંસરી.
ખૂબ નાચી આજ ઈચ્છા, તાલ પર.
જિંદગી હસતી રહે છે શાનથી.
એક સોગંધ ખાય મળવું તો નથી.
તોય રસ્તે હાથ ઝાલી આંતરી?
ઘા શબદનો સોંસરો વાગ્યો ઘણો
ઢાલ દોસ્તીની સહાયક લાગતી.©
કાજલ
કિરણ પિયુષ શાહ