તું માન કે ન માન ,
થઈ છું તારા પ્રેમમાં દિવાની,
આ મારું પાગલપન છે તો છે.
રિસાઈને ભલે નારાજગી જતાવો,
મનાવી જ લઈશ હું તમને,
આ મારી જિદ્દ છે તો છે.
જોજનો દૂર ભલે તમે જાઓ,
ઉંબરે હું અપલક રાહ નિહાળીશ,
આ ઇન્તજાર છે તો છે.
ચાહું છું ખુદાથીય વિશેષ તમને,
એકવાર નીરખી લો નયનમાં,
મારા સ્નેહની સાબિતી છે તો છે.
લો! કહી દીધું કાવ્યમાં સૌની સમક્ષ,
હવે તમે સ્વીકારો કે ન સ્વીકારો,
આ પ્રેમ પ્રસ્તાવ છે તો છે.
✍️ સરગમ
-Priyanka Chauhan