શું લખું?
આ લડાઈ વ્યર્થ, ત્યાં પડકાર આપી શું લખું?
હાથમાં એનાં પછી તલવાર આપી શું લખું?
અસ્ત થાતો સૂર્ય જોઈ આંખ રડતી'તી સદા,
કાલ પાછો ઊગશે ચિતાર આપી શું લખું?
આંખથી ઓઝલ થતાં દ્રશ્યો અહીં કનડે ઘણા,
આજ સઘળી વાતને આકાર આપી શું લખું?
ઢાળ જોઈ દોડતી થઇ જિંદગી, ગમતી ઘણી,
રાહ કપરી લાગતા પગથાર આપી શું લખું?
મનવટો આપ્યો પછીથી વ્હાલ વાવી શું કરું?
દુઃખ છે સ્વીકાર પણ ચિત્કાર આપી શુંલખું?
આંખમાં તોફાન સંતાડી સખી રાખ્યું હતું,
દ્વાર ખોલી એમને સત્કાર આપી શું લખું.
જળ ભરેલાં વાદળો સંતાડી શોધે છે હવે,
આંખમાં છુપાય ત્યાં મલ્હાર આપી શું લખું?©
કાજલ
કિરણ પિયુષ શાહ