ગામે ગામ ફર્યો વળી હું જોવા જગત
કારણ અમસ્તું ક્યાંય ના જડ્યું

આવકારો મીઠો આપી મનમાં કડવાશ
ભેગા રેહતા સૌને કોકનું કોક નડ્યું

એકબીજાથી ત્રસ્ત છે ને દેખાડા માં મસ્ત
વગર વિચાર્યે મેણાં મારતા જીવ કદી ના બળ્યું

વડીલોનો છાયો ગયો ને મળી આમને છૂટ
કાન ભંભેરી લોચા લફડા બાદ ખાવું એમને ગળ્યું

શોક વગરના ચેહરા છે નથી કોઈને બીક
અંદરથી મલકાતા પાછા સામે પોક મૂકીને રડવું

સગા સબંધી હોય ભલે પણ ન આવે કોઈ દી કામ
સુધરશે જો આજ તો ભલું કાલ કોણે જોઈ?

પ્રકૃતિ ના બદલી તો પછી ઘરડા થઈને પડ્યા પડ્યા
જીવન લાગશે નબળું ને વિના કામનું રખડવું !


ઉર્મિ

Gujarati Poem by Urmi Chauhan : 111865777

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now