*આશરો.….*
એક એક કરી
બધાં પર્ણ ખરી પડ્યાં..
સાથે મૂળિયાંને લાગ્યો સૂકારો...
લીલુંછમ ધટાદાર વૃક્ષ...
હવે ઓળખ એક ઠુંઠા વૃક્ષની...
ડાળો જાણે ભવ્યતાની શાખ પુરતી..
પણ...
પ્રકૃતિની કરામત કહો કે
ઈશ્વરની ઈચ્છા
પડું પડું થતાએ વૃક્ષ પર..
યાયાવર પક્ષીએ માળો બનાવ્યો..
એ જોઈ બીજું આવ્યું પડોશી બની..
વૃક્ષનો સુકારો અટક્યો..
આશરાધર્મ નિભાવવા...
ધરતીએ મૂળિયાં જકડ્યા...
કયાંક લીલપે દેખા દીધી...
એક કૂંપળથી કદાચ ...
ઝાઝો ફરક ન પડે..
છતાં...
પક્ષીઓની આશ જીવંત થશે...
હા!
આશરો હવે કાયમી નિવાસસ્થાન....©
"કાજલ"
કિરણ પિયુષ શાહ