*Happy woman's day*
*નારી*
ક્યાંક રજુઆતની અપેક્ષા!
ક્યાંક આલોચનાની પ્રતિક્ષા!
ક્યાંક સ્થિતપ્રજ્ઞતા
ક્યાંક ચંચળતા
પરિશ્રમ ને લડતથી
ઉદાસીને અંધકારને હટાવતી
ભીતર દરિયો ઘુઘવે
છતાં
ઉપરથી શાંત ને ગંભીર
સઘળું હૈયે ધરબી હસતી
આ કેવી તારી મહાનતા?
સ્ત્રીને અર્પી મૃદુતા સાથે અડગતા,
કોમળતામાં સચવાયેલી કઠોરતા.
જાણે છીપનાં આવરણમાં મોતી.
ધરતીમાં ધરબાયેલ બીજનું અંકુરીત થવું.
પાણીનું બાષ્પ બની વાદળ બની વરસવું ..
જાણે સ્ત્રીના અવતરણની જ કહાણી.
બંધનોમાં આઝાદીને આઝાદીમાં બંધન ..
જન્મદાત્રી ,સંસ્કારદાત્રી, વિધાત્રી.
દેવી શક્તિ કઈ કેટલા રુપ તો પણ કહે અબળા?
ના! નથી ..
સમોવડિયણ ..
સક્ષમ
નિપુણ
અધૂરો છે નર નારી વિના
નારી નર મળી બને સંપુર્ણ.
એટલે જ તો
સદા કહેવાય
નારી તું નારાયણી ...©
"કાજલ"
કિરણ પિયુષ શાહ