કોઈ રંગ થી રંગાવાનો આનંદ હૃદયમાં હોય...
ગમતાં નગમતાં રંગોનો અહીં ના ખાર હોય...
ફકત એક રંગ થી થોડી રમાય છે હોળી..
જિંદગી ને પણ આમ સઘળા રંગો માં ઝબોળી...
રંગોમાં રંગાઈ ને એકબીજા ને મળીએ...
સાથે મળીને જિંદગીનું મેઘધનુષ્ય રચીએ...
રંગ વગર ક્યારેય ખીલી ના શકે પ્રકૃતિ....
જિંદગીને પણ રંગીન જ બનાવે છે દરેક પરિસ્થિતિ...
આપણા અંતરને પણ બનાવીએ શ્યામ સુંદર...
પછી શ્યામ સંગ રમે હોળી આખું વૃંદાવન...
-Tru...