મન મારું મોહી ગયું....
કોઈ એક નજરથી ચિત મારું ચોરી ગયું
તારી લટક મટક ચાલે,દલડું મારું દોડી ગયું
મન મારું મોહી ગયું....
તારા બાંધેલા ચોટલામાં, મન મારું ગૂંથાઈ ગયું
મન મારું મોહી ગયું....
તારા ગાલના ખાડામાં, આખે આખું પડાઈ ગયું
મન મારું મોહી ગયું....
તારા આંખોના ઈશારાથી, મન મારું હરખાઈ ગયું
મન મારું મોહી ગયું....
તારા શબ્દોના મોહપાશમાં, મન મારું ગૂંચવાય ગયું
મન મારું મોહી ગયું....
તારી હાથોની રેખા વચ્ચે, મન મારું બંધાય ગયું
મન મારું મોહી ગયું....
તારી બાહોંના ઘેરામાં, મન મારું મચલાય ગયું
મન મારું મોહી ગયું....
તારી દિલની ધડકનોમાં, નામ મારું મને સંભળાય ગયું
તારી દિલની ધડકનોમાં, નામ મારું મને સંભળાય ગયું
મન મારું મોહી ગયું....
યોગી
-Dave Yogita