હોળીમાં જઈ હોમી દેજો
વાંધો વચકો આજે જાનું, હોળીમાં જઈ હોમી દેજો,
સાથે પેલું જુનું બહાનું, હોળીમાં જઈ હોમી દેજો.
પીળું દેખી સોનું લાગે તો ધારી લેવાનું સોનું,
ધારી ધારી જોઈ ખાનું, હોળીમાં જઈ હોમી દેજો.
ભેગા ભેગી પીડા આવી, વાતો એની નવતર ચાલી,
થેલામાં છે સધળું છાનું, હોળીમાં જઈ હોમી દેજો.
સાચી ખોટી અફવા ઉડી, માનવને વળગી દાનવતા,
સાચું માની ફેલાવાનું, હોળીમાં જઈ હોમી દેજો.
મૂઠ્ઠીમાં બંધ કરી રાખી'તી, આજે એ વહેતી મૂકી,
ઈચ્છાઓને બાંધી માનું, હોળીમાં જઈ હોમી દેજો.
જીવન આખુંયે સુખમાં વીતે આશા એવી રાખી'તી
દુઃખમાં આસું છુપાવાનું, હોળીમાં જઈ હોમી દેજો.
બાજી છોડી ભાગી જાશો? આવી ચડશે પીછો કરતાં,
સાચું ખોટું બહાનું નાનું, હોળીમાં જઈ હોમી દેજો.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ