આજ એક મજાની વાત કરવી હતી.
હોળીની થોડી મસ્તી તારી સાથ કરવી હતી.
હાથ પકડી તને લઈ જવી હતી અગ્નિ પાસે,
આજે ફરી તારી જોડે ફેરાની રસમ કરવી હતી.
સૂતેલી હોય જ્યારે તું સવારે પથારીમાં,
રંગીન પાણીની ડોલ તારી માથે ઢોળવી હતી.
અલગ અલગ કલરથી રમવું હતું તારી સાથે,
પાણીની સાથે મારા પ્રેમથી પણ ભીંજાવવી હતી.
હોળી આમ માત્ર રંગોનો તહેવાર ગણાય,
રંગોની રંગોળીથી હૃદયને સ્પર્શવાની રમત રમવી હતી.
બસ, આટલી જ ચાહત છે આ તહેવારમાં,
મારા માટે નહી પણ હોળી તારા માટે ખાસ કરવી હતી.
-તેજસ