ફાગણીયો આયોને,મસ્તીરે છાયો,
કેસુડાના રંગોમાં સાયબો દેખાયો,
મને સાયબો દેખાયો, મારો સાયબો દેખાયો.
વ્હાલમ ના હાથમાં રંગો લઈ આયો,
આંખોમાં મસ્તીનો ખુમાર છવાયો,
મને સાયબો દેખાયો, મારો,------
વાસંતી રાણીના લટકા ને મટકા,
વગડાની વાટ્યુમાં ગુંજે છે ટહુકા,
મઘમઘતો વાયરો હૈયું જાય ચોરી,
કેસુડાના કામણે સુધબુધ ભૂલી.
ફાગણીયો આયોને -----
મારો સાયબો -------
કોયલના ટહુકામાં લિન થઈ જાઉં,
હૈયાની બારીઓ સાવ ખોલી નાખું,
વ્હાલમ ના રંગોથી લથબથ રંગાવું,
આંખોના કામણથી શરમાતી જાઉં.
ફાગણીયો આયોને -----
કેસુડા ના રંગોમાં ------
🌹🌹❤️❤️❤️❤️🌹🌹