કહે છે કે દુવાઓ કદી ખાલી નથી જતી,
તેથી તો,
રોજ ઈબાદતમાં તારું નામ લેવાય છે...
કાંઠા ભલે નોખા, નીર ભીંજવે તો છે બન્નેને,
બસ એમ જ,
દૂર રહી ને પણ તને વ્હાલ કરીએ જવાય છે..
વહ્યું છે ઝરણું તો જરૂર મળશે જ એ સાગરને,
એ જ વિચારે,
તારી મુલાકાતની કલ્પનામાં મલકી જવાય છે...
હિંચકીઓ સતત આવે તો ગુસ્સે ના થતાં,
બહુ સમજાવું મનને,
છતાં તમને યાદ કરી જ દેવાય છે...
સાંભળ્યું કે તકદીરની રેખા હાથમાં હોય છે,
બસ પછી શું!,
રોજ તારું નામ હથેળીમાં લખાય છે...
---સરગમ
-Priyanka Chauhan