હવે મને આદત છે તારી
તું બોલે કે ના બોલે,
મને નીરખી ના જોવે,
તું હસે કે રોવે..,
બધામાં તું લાગે છે બહું સારી
કારણ કે.. હવે મને આદત છે તારી...
આમ તો ક્ષણ ના ચાલે તારા વિના..
આમ તો સવારના પડે તારા વિના...
જો નીરખું નહીં તારા નયન ને,
તો સાંજ ના પડે મારી...
લાગે હવે અધૂરી જિંદગી તુજ વિના..
કારણ કે.. હવે મને આદત છે તારી....
તારું નિખાલસપણું મને ગમતું...
તારા ગાલના ખાડામાં સ્મિત મારું રમતું...
તારા સપનાંમાં હવે મન મારું ભમતું...
હું દેહ ને તું જીવ મારો, તું પ્રાણ થી પણ પ્યારી...
બસ આમ, તું હવે મને આદત છે તારી....
-Ghanshyam Kaklotar