એ દિવસ એ ક્ષણ કેમ ભુલાઈ
એ પ્રેમ એ આશિષ કેમ ભુલાઈ
એ વાત એ ત્યાગ કેમ ભુલાઈ
બસ ખાલી હતો એ દિવસ
ખાલી હતી એ ક્ષણ
પ્રેમ તો દૂર ની વાત છે
આશિષ નો પણ કોઈ અતો પતો નોતો
બસ કોઈ વાત સાંભળવા કાન તરસી ગયા હતા
ત્યાગ કોને કહેવાય એ સમજવાની ઈચ્છા હતી
નહિ આવે કોઈ પળ હવે
કે નહિ આવે કોઈ ક્ષણ હવે
બસ અધૂરી રહી ગઈ
એ મુલાકાત હવે
બસ અધૂરી રહી ગઇ એ વાત હવે
-Kaustubhi V Joshi KVJ