પતંગ અને દોર તૈયાર છે
ફિરકી પકડવા તું આવજે
આમંત્રણ છે મારું દિલથી
એકવાર ચીકી સાથે
મમરાના લાડું ખાવા તું આવજે
તારી સાથે મનાવી છે આ સંક્રાંતિ
મારી અરજીને માન આપી
જીંજરા સાથે શેરડી ખાવા તું આવજે
અગાશીએ ઊભો રહીશ
તારી રાહ જોતો જોતો
મારા દિલની દોર પકડવા તું આવજે
નાચવું છે તારી સાથે ગરબાના તાલે
ઉતરાયણની સાંજે તુક્કલ ઉડાવવા તું આવજે
બેઠો છું એકલો એકલો
આકાશમાં પતંગ જોતો
જો તારુ મન થાય તો
એક વાર મારી પતંગ ઉડાડવા તું આવજે
યોગી
-Dave Yogita