#તું તારી જાતને પુછ...

કોઈને છેતરીને તું પોતાને જ સાલાખ સમજે છે,
તારી આત્માને પોતાનાથી જ બેવકુફ બનાવે છે.
તું તારી જાતને પુછ, આ તું શું કરે છે. ?

કોઈના રહૃય ચીરીને, પોતાના જ ચહેરા શણગારે છે,
પથારીમાં પરાયાં ફેરવીને, પોતાને હોશીયાર બતાવે છે.
તું તારી જાતને પુછ, આ તું શું કરે છે. ?

બીજાને ખુશ રાખવા પોતાના જ પ્રિયજનથી જૂઠું બોલે છે,
દુઃખમાં સાથ આપનારને હડસેલીને પારકાને પોતાના કરે છે.
તું તારી જાતને પુછ, આ તું શું કરે છે. ?

કોઈની આંખના આંસુ વહાવી, 'અખિલ' પોતાને ખુશ બતાવે છે,
ચોરી ઉપરથી સીના ચોરી, આમ પેટમાં ઉતરીને પગ લાંબા કરે છે.
તું તારી જાતને પુછ, આ તું શું કરે છે. ?

— સંગીઅખિલ 'સંગ'

Gujarati Poem by sangeeakhil : 111849090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now