અટકળો ને ટાળી ને મળીએ...
ચાલ ને આજે ખુલ્લા હૃદયે મળીએ...
મહોરાઓ બાજુ માં મૂકી ને મળીએ...
તું ફક્ત તું અને હું ફક્ત હું થઈ મળીએ...
બંધન સંબંધોના મૂકી ને મળીએ....
ચાલ પ્રકૃતિના નૃત્ય સમાં મળીએ...
ના કોઈ સવાલ ના કોઈ જવાબ આપવા મળીએ...
ઇશ્વર ની અઢળક કૃપા માણવા મળીએ...
ચાલ ને આજે પૂરા હૃદયે મળીએ.....
-Tru...