મિલન થયું જ્યારે તારી આંખોનું મારી આંખોથી
વાત રહી ગઇ બસ મારા હોઠ સુધી
જાદુ હતો કે નશો એ પણ હું ક્યાં જાણું છું
વાત રહી ગઈ બસ મારા હોઠ સુધી
આંસુ હતા કે પાણી એ પણ હું ક્યાં સમજુ છું
વાત રહી ગઈ બસ મારા હોઠ સુધી
આંખો ઢળી ત્યારે હા હતી કે ના એ પણ હું ક્યાં જાણું છું
વાત રહી ગઈ બસ મારા હોઠ સુધી
આંખો ની એ નજાકત હતી કે સરમ એ પણ હું ક્યાં સમજુ છું
વાત રહી ગઈ બસ મારા હોઠ સુધી
અંતમાં,
બસ, આ આંખોની વાત લબઝોથી બયા થઈ જાય
કેમકે,શ્વાસ છુટ્ટી જાય એ પહેલા
આ વાત આવી જાય બસ મારા હોઠ સુધી
-Dave Yogita