Gujarati Quote in Shayri by મહેશ ઠાકર

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એમ તારી ઉપર મરે કોઈ,
ખુદ તને પણ અમર કરે કોઈ

જે છે દાતાર ઓળખતા નથી,
હાથ ક્યાં ક્યાં જઈ ધરે કોઈ

તારી સામે જ નાઝ હો ઓ ખુદા,
તારી સામે જ કરગરે કોઈ

ચારે બાજુ બધું જ સરખું છે,
કઈ દિશામાં કદમ ભરે કોઈ

થાક એનો કદી ઉતરતો નથી,
જ્યારે બેસી રહે ઘરે કોઈ

એક ખૂણો નિરાંતનો બસ છે,
આખી દુનિયા શું કરે કોઈ

પ્રાણ એક જ છે કંઈક છે હક્ક્દાર,
કોની ઉપર કહો મરે કોઈ

રૂપના બે પ્રકાર જોયા છે,
ચાહ રે કોઈ, વાહ રે કોઈ

એ જ હિંમતનું કામ છે ઓ ‘મરીઝ’,
ખુદના ચારિત્રથી ડરે કોઈ

- મરીઝ

-મહેશ ઠાકર

Gujarati Shayri by મહેશ ઠાકર : 111821806
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now