યાદ એવી આંખોમાં ભરાઈ ગઈ ને અશ્રુરૂપે બહાર આવી ગઈ.
દિલની વેદના એટલી તીવ્ર બની કે,યાદ આંખોમાં પાણી બની વહેતી થઇ
શ્રાવણ પહેલા જાણે વિયોગમાં વાદળો વરસી રહ્યા યાદમાં ભીંજાઈ ગઇ.
યાદો એવી હોય કે વહેતી ધારા થાય છતાં પાંપણના પલકારે યાદ તાજી કરાઈ.
કોને કહેવી આ હૈયામાં ઉભરી આવતી બળતરા ,વિયોગ બની વહેતી થયી.
સૂના દરિયામાં મોજાં ઉછાળી ઉછાળીને પ્રીતમની યાદમાં આંસુ બની ગઈ.
ભાગ્ય એવું લખાયું કે પ્રેમની યાદમાં પ્રિયતમની રાહ જોતી રહી ગઈ.
-Bhanuben Prajapati