#ટોપિકઓફધડે

'સમાંતર બ્રહ્માંડ(Parallel universe)'

સમાંતર બ્રહ્માંડ, આજના સમયનો ખૂબજ જટિલ, વિવાદાસ્પદ અને જેના ઉપર લાંબા સમય સુધી ચર્ચા કરી શકાય તેવો ટોપિક છે!!

એક આખું અન્ય બ્રહ્માંડ, જે આપણા બ્રહ્માંડને સમાંતર અસ્તિત્વ ધરાવે છે , કેટલીક સંભાવનાના આધારે તફાવતો સાથે!!

સમાંતર બ્રહ્માંડનો સિદ્ધાંત ભૌતિકશાસ્ત્રી(Physicist) "હ્યુજ એવરેટ" ધ્વારા આપવામાં આવ્યો! હ્યુજ એવરેટનું ક્વોન્ટમ ફિઝિક્સમાં મોટું યોગદાન છે!

હવે સમાંતર બ્રહ્માંડનો વિચાર આવ્યો કેવી રીતે?!

જ્યારે આપણે કોઈ પણ ક્વોન્ટમ ઑબ્જેક્ટને માપીએ છીએ , ત્યારે તે કાં તો કણ હોઈ શકે કાં તો તરંગ હોઈ શકે છે!

તે સમયે, વૈજ્ઞાનિકો સમજી શક્યા ન હતા કે આ કેવી રીતે શક્ય છે! આ સમજાવવા માટે, હ્યુજ એવરેટ દ્વારા સમાંતર બ્રહ્માંડોની શક્યતા સૂચવવામાં આવી. તેમણે સમજાવ્યું કે જ્યારે કોઈ વૈજ્ઞાનિક ક્વોન્ટમ ઑબ્જેક્ટને માપે છે અને તે એક કણ હોય, ત્યારે સમાંતર બ્રહ્માંડને સંતુલનમાં રાખવા માટે, જ્યારે સમાંતર બ્રહ્માંડમાં તે જ વૈજ્ઞાનિક તે જ ક્વોન્ટમ ઑબ્જેક્ટને માપે છે, ત્યારે તે એક તરંગ તરીકે વર્તે છે!

હ્યુજના આ સિદ્ધાંતને આધાર લઈ વૈજ્ઞાનિકોએ સૂચવ્યું કે, જ્યારે તમે કોઈ ઇવેન્ટ દાખલ કરો છો, ત્યારે તેના ચોક્કસ સંખ્યામાં પરિણામો હોય છે!
આ સંભવિત પરિણામોમાંથી આપણાં બ્રહ્માંડમાં માત્ર એક જ પરિણામ ઉદ્ભવે છે, તેથી અન્ય તમામ સંભવિત પરિણામોને સમાવવા માટે, જેટલા પરિણામો હોય છે તેને આધારે બ્રહ્માંડ, ઘણા સમાંતર બ્રહ્માંડોમાં વિભાજિત થાય છે!

આ પ્રક્રિયાને સમજવા માટે એક ઉદાહરણ જોઈએ!

જો તમે કાર ચલાવી એક જગ્યાએથી અન્ય જગ્યાએ જઈ રહ્યા છો અને તમે તમારા ગંતવ્ય સ્થાન સુધી કોઈ મુશ્કેલી વિના પહોંચી જાવ છો!

પરંતુ આ જ ઘટનાના અન્ય કેટલાંય પરિણામો હોઈ શકે છે! જેમકે, કાર પંચર પડે, કારનો અકસ્માત થાય, કાર બંધ પડી જાય વગેરે..
તો એક જ ઘટનાના આવા અનેક પરિણામો ઉદભવે છે અને આવા અનેક પરિણામોને સમાવવા માટે બ્રહ્માંડ અનેક સમાંતર બ્રહ્માંડોમાં વિભાજિત થાય છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111813319

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now