અહીં અત્યારે થોડાં વરસાદના છાંટા પડે છે. એવુ લાગે કે જાણે...
સંધ્યા સમયે પશ્ચિમમાં આકાશ કેસરી સાડી પેહરીને સૂરજને વિદાય આપતું હોય અને એની પાછળ વીજળીનો ચમકારો થાય ને એક તલવારની ઝડપે એ કેસરી આકાશના બે કટકા કરતી નીચે આવીને પૃથ્વીને ચુમીને કહે કે બસ... હવે તારી આં તરસ છિપાવીને જ મારે જવાનું છે...
આટલું કહેતાં કહેતાં તો પાછળ કાળા વાદળો પોતાના અસ્તિત્વને ઓગળતા જાણે અમી છાંટણા કરવા લાગે... અને પોતાના પ્રેમીના આલિંગનમાં જેમ કોઈ સ્ત્રી મહેકી ઊઠે તેમ પૃથ્વી પોતાના અંગેઅંગમાંથી મહેકવા લાગે છે...
-તેજસ