#ટોપિકઓફધડે

નેબ્યુલા(નિહારિકા)

તારાઓમાં થતી ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયાને કારણે તારાના કેન્દ્રમાં ઘણું દબાણ ઉત્પન્ન થાય છે જ્યારે તારાની બહારની સપાટી ઉપર ગ્રેવિટિ ધ્વારા સતત દબાણ સર્જાતું રહે છે! ગ્રેવિટિ ધ્વારા ઉત્પન્ન થતું દબાણ તારાની સપાટીને અંદરની તરફ ધકેલે છે પરંતુ તારાના કેન્દ્રમાં ઉત્પન્ન થતું દબાણ તે ગ્રેવિટિના દબાણની વિરુદ્ધ કાર્ય કરે છે તેથી તારો સ્થિર રહે છે! પરંતુ જ્યારે તારામાં થતી ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયાનો અંત આવે છે ત્યારે તારાનું કેન્દ્ર ગ્રેવિટિના દબાણ વિરુદ્ધ કાર્ય કરવા માટે સક્ષમ હોતું નથી અને ગ્રેવિટિ હવે તારા ઉપર પૂરેપૂરુ નિયંત્રણ મેળવી લે છે અને તારાને કેન્દ્ર તરફ સંકોચે છે અને અંતે તે તારો સંકોચાઈને પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટે છે જેને સુપરનોવા કહે છે! આ સુપરનોવાને કારણે તે તારાની આસપાસ ગેસ અને ધૂળના વિશાળ વાદળો જોવા મળે છે જેને 'નેબ્યુલા' કહે છે!

એવી ઘણી નેબ્યુલા છે જે તારાઓ માંથી નહી પરંતુ પહેલેથી જ બ્રહ્માંડમાં અસ્તિત્વમાં આવેલી છે! હવે આપણે જાણીએ છીએ કે બિગ બેંગ ધ્વારા આપણા બ્રહ્માંડની શરૂઆત થઈ હતી. બિગ બેંગ બાદ આપણાં બ્રહ્માંડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઊર્જા, ગેસ અને ધૂળ છૂટા પડ્યા હતા! આ ધૂળ અને ગેસ ધ્વારા ગ્રહો, તારાઓ અને અંતે ગેલેક્સીસ બની પરંતુ હજું પણ બ્રહ્માંડમાં મોટી માત્રામાં ગેસ અને ધૂળના વાદળો એટલે કે 'નેબ્યુલા' રહેલી છે! આ નેબ્યુલા નવા તારાઓને જન્મ આપે છે! હવે તારાના નિર્માણમાં પણ ગ્રેવિટિ મહત્વનો ભાગ ભજવે છે! આ ધૂળ અને ગેસના વાદળો ગ્રેવિટિ ધ્વારા સતત નજીક આવતા જાય છે અને અંતે આ જ વાદળો માંથી તારો નિર્માણ પામે છે! એટલે કહી શકાય કે તારાના નિર્માણમાં અને તારાના અંતમાં પણ ગ્રેવિટિ જ મહત્વનો ભાગ ભજવે છે!

હવે આપણો સૂર્ય અથવા આપણાં સૂર્યના કદના તારાઓનો અંત સુપરનોવા ધ્વારા નથી થતો! પરંતુ આ પ્રકારના તારાઓમાં જ્યારે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયાનો અંત આવે છે ત્યારે આ પ્રકારના તારાઓ સુપરનોવાની પ્રક્રિયા માંથી પસાર થતાં નથી પરંતુ આ પ્રકારના તારાઓની ઉપલી સપાટી વિસ્ફોટ સાથે ફાટે છે અને આ તારાઓ રેડ જાયન્ટ(રેડ જાયન્ટ તારાઓ ખૂબ જ વધુ તાપમાન ધરાવે છે અને કદમાં નાના હોય છે) તારામાં પરિણમે છે. રેડ જાયન્ટ તારાઓની આસપાસ ધૂળ અને ગેસના વાદળોની રિંગ બને છે જેને 'પ્લેનેટરી નેબ્યુલા' કહે છે!

નેબ્યુલા માંથી જ્યારે પ્રકાશ પસાર થાય છે ત્યારે તે કલર ફૂલ જોવા મળે છે! નેબ્યુલાનો કલર જે ગેસ વધુ માત્રામાં હાજર હોય તેના ઉપર રહેલો છે!
કેટલીક નેબ્યુલામાં રહેલાં વાદળો ખૂબ જ ડેન્સ(ગાઢ) હોય છે જે કોઈપણ પ્રકારના પ્રકાશને તેમાંથી પસાર થવા દેતાં નથી તેથી આ પ્રકારની નેબ્યુલાને 'ડાર્ક નેબ્યુલા' કહે છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111788314

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now