#ટોપિકઓફધડે

'બ્રાઉન ડ્વાર્ફ તારાઓ'

બ્રહ્માંડમાં રહેલ દરેક તારાઓ ખૂબજ વધારે પ્રમાણમાં તાપમાન ધરાવે છે! આ તારાઓ અને આપણો સૂર્ય પણ મુખ્યત્વે હાઈડ્રોજન અને હિલિયમ ગેસના બનેલા હોય છે! આ તારાઓના કેન્દ્રમાં રહેલો હાઈડ્રોજન ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા ધ્વારા સતત હિલિયમ ગેસમાં રૂપાંતર પામતો હોય છે અને આ ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયાને કારણે ખૂબજ વધુ પ્રમાણમાં ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયાને કારણે જ તારાઓનું તાપમાન ખૂબજ વધુ હોય છે!

આ બ્રહ્માંડમાં રહેલ તારાઓના તેમના કદ, દળ અને તાપમાનની દ્રષ્ટિએ પ્રકાર પાડવામાં આવ્યા છે અને આ તારાઓમાનો એક પ્રકાર એટલે 'બ્રાઉન ડ્વાર્ફ તારાઓ'.

બ્રાઉન ડ્વાર્ફ તારાઓ સામાન્ય રીતે તેમના કેન્દ્રમાં થતી હાઇડ્રોજનના ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયાને ખૂબ જ લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે કદમાં પૂરતા મોટા હોતા નથી! આ પ્રકારના તારાઓ દળની દ્રષ્ટિએ, સૌથી મોટા ગેસ જાયન્ટ ગ્રહો(ગેસ જાયન્ટ ગ્રહોમાં મુખ્યત્વે હાઈડ્રોજન અને હિલિયમ ગેસ વધુ પ્રમાણમાં જોવા મળે છે, જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપ્ચ્યુન ગેસ જાયન્ટ ગ્રહો છે) અને કદમાં ઓછા વિશાળ એવા તારાઓ વચ્ચે સમૂહ ધરાવે છે! બ્રાઉન ડ્વાર્ફ પ્રકારના તારાઓ જ્યુપિટર કરતા લગભગ 13 થી 80 ગણા મોટા હોય છે!

આ તારાઓનું તાપમાન અન્ય તારાઓ કરતાં ઓછુ હોય છે તેથી તે અન્ય તારાઓ કરતાં ઓછા તેજસ્વી દેખાય છે! તેમની તરંગલંબાઈ ઓછી હોય છે! અત્યાર સુધી હજારોની સંખ્યામાં આ પ્રકારના તારાઓ શોધવામાં આવ્યા છે! આ પ્રકારના તારાઓ આસાનીથી ઈન્ફ્રારેડ લાઈટ ડિટેકટ કરતાં ઈન્સ્ટ્રુમેન્ટ્સ (ટેલિસ્કોપ) ધ્વારા અને નરી આંખે પણ જોઈ શકાય છે! આ પ્રકારના તારાઓમાં જેનું તાપમાન વધુ હોય તેનો કલર રેડ અથવા ઓરેન્જ હોય છે અને ઓછું તાપમાન ધરાવતા તારાનો કલર રેડિશ્-પર્પલ હોય છે!

શું તારાઓ ગ્રહોમાં પરિણમી શકે છે?!
યસ, બ્રાઉન ડ્વાર્ફ પ્રકારના તારાઓ સૌપ્રથમ તારાઓ તરીકે અસ્તિત્વમાં આવે છે અને બાદમાં ગ્રહોમાં પણ પરિણમી શકે છે! આ પ્રકારના તારાઓમાં રહેલો હાઈડ્રોજન ધીમે ધીમે ઠંડો પડતો જાય છે એટલે કે તેના કેન્દ્રમાં થતી ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયનો ધીમે ધીમે અંત આવે છે અને અંતે તે ગ્રહમાં પણ પરિણમી શકે છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111786529
Kamlesh 2 year ago

ખુબ સરસ માહિતી...🙏👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now