#પતંગ

અત્યારે તો પતંગ જેવી જ આપણી જિંદગી થઈ ગઈ છે,
કયારેય ઊંચાઈથી નીચે પટકાઈ જશે એની ખબર નહીં પડે....

પતંગની દોર આપણા હાથમાં ને જિંદગીની દોર છે ભગવાનના હાથમાં,
કયારેય જીવનનો અંત આવી જાય એ કંઈપણ નક્કી નહીં હોય...

મજબુત કિન્ના ને દોર પર પતંગનું અસ્તિત્વ ટકેલું હોય,
મજબુત મનોબળ ને આત્મવિશ્વાસ જીવનમાં હોય તોપણ ડગમગી જાય...

ઉતરાયણ પૂરતી પતંગોને કાપવાની બધાંને ઉત્સુકતા હોય,
જિંદગીને તો કયારેક કોઈ કાઈપો કરી જાય એ નક્કી નહીં હોય....

Gujarati Poem by Bhargav Jagad : 111777619

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now