બધું જ ગમે છે,દોસ્ત તારા પ્રેમમાં
તારા દરેક દોષમાં કંઈ ખરાબ નથી લાગતુ,કેમ!
હું તને પ્રેમ કરું છું એટલે.
પણ હા,તુ મને કેમ ના સમજે! એનું દુઃખ તો છે,દિલમાં.પણ હું હસતા મુખે તને ચાહતી રહુ છું,કેમ ખબર છે તને!
ના,તને ખબર નહિ હોય!
તો સાંભળ
હું તારી અંદર પડેલી આત્મામાં ખોવાઈ ગઈ છું,અને કોતરાઈ
ગઈ છું,એટલે તો કહ્યું છે,સ્ત્રીનો પ્રેમ એટલે એક વહેતી સરિતાના નીર..
સમજાયું....
નહિ સમજાય......
-Bhanuben Prajapati