શોધી લાવને કંઈક એવું...
કે હું યાદ કરું તને અને તું સામે આવી જાય,
હું વિચારુ તને અને તું પાસે આવી જાય,
શોધી લાવને કંઈક એવું...
મારા બોલ્યા વગર તું મને વાંચી જાય,
મારા હૈયે રહેલું તારું નામ તું કળી જાય,
હું તો હમેશાં થી તારી જ છું
પણ...
શોધી લાવને કંઈક એવું...
જે તને હમેશાં માટે મારું કરી જાય,
મારા હૈયે રહેલી એકલતાને તારો સાથ આપી જાય,
અને અંતે બસ એટલું જ કે
સેકન્ડ-મિનિટ-કલાક-દિવસ-વર્ષો બધું જ વીતી જશે..
પણ તારા વગર મારો સમય આગળ નહી વધી શકે..
તો શોધી લાવને કંઈક એવું.💌
#sdk #

Gujarati Poem by TVD SDK : 111738478

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now