કેમ મન સંકુચિત કરીને બેસું, ખુલ્લું આસમાન અને વીશાળ જગત તો કેમ મન વીશાળ ન રાખું, વસે આ જગતમાં લોકો ભાતભાતના કોઈ મુજ સરીખું મળે ન મળે ભલે, પણ હૈયું કેમ આગળ ના ધરૂ, શું આવ્યા લઈ શું જવાના કાલે મરી જવાના, બે શબ્દો પ્રેમના અને યાદો છોડી જવાના, લાવને થોડી યાદો આ જગતમાં છોડી જાઉ.