"પ્રથમ નજર નો પ્રેમ"
આજે એક છોકરી ને જોઈ, જોતા ની સાથે જ ગમી ગઈ.
મને પણ પ્રથમ નજરે થતો પ્રેમ થઈ ગયો.
સાંજે એકાંત મા બેઠો હતો ત્યારે તેનો ચહેરો મારી નજર સામે થી દુર જ ન થતો હતો.
તેના રૂપ ના નશા માં ગરકાવ થયેલા મારા હ્રદય સામે મગજ એ બળવો પોકારી એક પ્રશ્ન કર્યો.
શું પ્રેમ ખરેખર પ્રથમ નજર એ માત્ર તેને જોવાથી થવો શક્ય છે?
પુષ્કળ હૃદયમંથન બાદ મૂર્ખ હૃદય ને પ્રેમ અને આકર્ષણ વચ્ચે નો તફાવત સમજાઈ ગયો.
-Akshay Bavda