કુદરત ના કહેર થી માનવ અજાણ છે.
તેથી જ કદાચ આજ મારુ ગામ સ્મશાન છે...

માનવતા આજ નેવે મુકાઈ છે.
શ્વાસ પણ આજ રૂપિયે વેચાય છે...

પાંજરે પૂરાયો આજ માનવી લાચાર છે.
રોગ અને કાળ એના ઉંબરે ડોકાય છે...

દુઃખ ,વ્યથા ને આસુંઓ ની વણઝાર છે.
સ્વજનો ની ખોટ પડે ને દિલ દુભાય છે...

સૃષ્ટિ સાથે ચેડા કરી માનવ મલકાઈ છે.
દુર્દશા થઈ ત્યારે પસ્તાવો અપાર છે...

પ્રકૃતિ ઓછી ને વિકૃતિ ની ભરમાર છે.
જોઈ દશા દયનીય સર્જનહાર મુંઝાય છે...

આટઆટલું વિત્યા છતાંય સમજણ નો અભાવ છે.
તેથી જ કદાચ આજ મારુ ગામ સ્મશાન છે...
#shabdbhavna

Gujarati Blog by bhavna : 111691765
shekhar kharadi Idriya 3 year ago

સમયની માંગ અનુસાર વાસ્તવિક પ્રસ્તુતિ..... તથા અતિ ઉત્તમ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now