તારી આંખનો અફીણી
દરિયામાં હોય એને મોતી કહેવાય તો આંખોમાં હોય તેને શું ?
રમેશ પારેખ ના ગીત ની કડીઓ ગણગણતી પંક્તિ સીડી ઉતરતી હતી ત્યાં તો પંક્તિ ના મનોજગત ની સર્વશ્રેષ્ઠ આંખોની નિખાલસતા પંક્તિ ની આંખો ને સ્પર્શી ગઈ.....
અનિમેષ... એક અપલક વ્યક્તિત્વ પંક્તિ નું વર્ષોનું સ્વપ્ન... જે અનિમેષ ની જાણ બહાર પંક્તિના હૃદયમાં સ્થાન પામતું ગયું અને અનિમેષ ની નિખાલસતા પંક્તિમાં રોપાઈ ગઈ હૃદયના એક ખૂણામાં હકારાત્મકતા પૂરેપૂરી છવાઈ ગઈ
યુનિવર્સિટી ભવનના ચાર દિવસના રિસર્ચ પેપરના સેમિનારમાં ફરી એ જ આંખોની નિખાલસતા એ નિર્વિકારતાનું રૂપ લઈ લીધું અને આજ મિત્ર ભાવની નિર્વિકાર તા એ પંક્તિને કંઈક નવું કરવાની પ્રેરણા આપી....
અનિમેષ ની કોલેજમાં અનાયાસે પંક્તિ નું પ્રવેશવું અને બંનેની આંખોમાં એક જ સરખો સ્વીકૃતિનો ભાવ....
અને ત્યાં તો પંક્તિ.... પંક્તિ નામનો સાદ કાનમાં સંભળાયો અને પંક્તિ આંખો ખોલી બેઠી થઈ ફરી એકવાર સ્વપ્નની આંખોને સ્મરી કોલેજ જવા તૈયાર થઈ....🌹